નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા 20 વર્ષના એલેક્સને જ્યારે તેની ગર્લફ્રેન્ડની એક વાત ખબર પડી તો તેના પગ નીચેથી જમીન જાણે સરકી ગઈ. એલેક્સની ગર્લફ્રેન્ડે 9 મહિના સુધી એ વાત સંતાડી રાખી કે તેનો જન્મ એક છોકરા તરીકે થયો હતો. એલેક્સને આ જાણકારી તે બંનેના એક મ્યુચ્યુઅલ ફ્રેન્ડે આપી. એલેક્સે સચ્ચાઈ જાણ્યા બાદ તરત પોતાની ગર્લફ્રેન્ડથી બ્રેકઅપ કરી લીધુ. એલેક્સનું કહેવું છે કે મને એ વાતથી કોઈ ફરક પડતો નથી કે તે પહેલા શું હતી. અમારા બંને વચ્ચે સંબંધ સારા હતાં પરંતુ મને એ વાતની તકલીફ છે કે તેણે મારાથી આ વાત છૂપાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક મીડિયા રિપોર્ટ મુજબ એલેક્સને આ વાતની જાણકારી તેની એક્સ ગર્લફ્રેન્ડના એક મિત્રએ આપી. તેણે નશાની હાલાતમાં જણાવ્યું  કે તે એક છોકરા તરીકે જન્મી હતી. એલેક્સને તેના મિત્રએ જણાવ્યું કે ગર્લફ્રેન્ડે 18 વર્ષની ઉંમરે સેક્સ ચેન્જ સર્જરી કરાવી હતી. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...